Navigation

 admin@harekrishnabooks.store  +91-94298 29020

શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે

શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે

By કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ​
 200

ભગવદ્ગીતા ભારતવર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે . પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ દ્વારા તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાયેલી ગીતાના ૭૦૦ મુદ્દાસરના શ્લોકો આત્મ - સાક્ષાત્કારના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડે છે . ખરેખર , અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ , તેની આસપાસનું વિશ્વ , અને છેલ્લે તેના પરમેશ્વર સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી કરી શકે તેમ નથી . વૈદિક જ્ઞાનના વિદ્વાન અને મહાન પ્રચારક તરીકે દુનિયામાં સૌથી અગ્રગણ્ય સ્થાન ધરાવતા શ્રી શ્રીમદ્ એ . સી . ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ સ્વયં ભગવાન કૃષ્ણથી શરૂ થતી પૂર્ણ આત્મ - સાક્ષાત્કાર પામેલા આધ્યાત્મિક આચાર્યોની અતૂટ ગુરુ - શિષ્ય પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે . આમ , ગીતાની અન્ય આવૃત્તિઓથી વિપરીત , તેઓ ભગવાન કૃષ્ણનો ગુહ્ય ઉપદેશ તેના મૂળ રૂપમાં જ રજૂ કરે છે , જે વ્યક્તિગત સ્વાર્થપ્રેરિત ફેરફારો અથવા ભેળસેળરૂપી દૂષણની છાયામાત્રથી પણ રહિત છે . ૧૬ રંગીન ચિત્રોથી પરિપૂર્ણ આ આવૃત્તિ દરેક વાચકને પ્રાચીન છતાં વર્તમાનકાળમાં સુસંગત એવા ઉપદેશોથી જરૂર પ્રબુદ્ધ બનાવશે .


Share:
Nameશ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે
PublisherBhaktivedanta Book Trust
BindingHardcover
Pages852
Weight726 gms
ISBN978-93-82176-43-5

Submit a new review

You May Also Like